સાસંદ સભ્ય મોહનભાઈ કુંડારીયા તથા કેશરીદેવસિંહ સહિતના મહાનુભાવોએ લીલીઝંડી આપી ટ્રેનનું સ્વાગત કરાયું…

વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેને વાંકાનેર જંકશને નવો સ્ટોપ મળતા આજરોજ સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા તથા કેશરીદેવસિંહ ઝાલા સહિતના મહાનુભાવો દ્વારા ટ્રેનનું વાંકાનેર સ્ટેશન ખાતે સ્વાગત સાથે લીલી ઝંડી બતાવી ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનોના વાંકાનેર સ્ટોપેજનું શુભારંભ કરવામાં આવ્યું હતું….

આ કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અશ્વનીકુમારે તમામ લોકોનું સ્વાગત કર્યા બાદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, વાંકાનેર વિસ્તારના લોકોની લાંબા સમયથી માંગ હતી કે, ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનને વાંકાનેર સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવે, જે આજે પૂર્ણ થઈ છે. હવેથી ટ્રેન નંબર ટ્રેન નંબર 19566 દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ સોમવારે સવારે 07.28 કલાકે વાંકાનેર સ્ટેશને આવશે અને સવારે 07.30 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19565 ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ દર શુક્રવારે વાંકાનેર સ્ટેશને 15.29 કલાકે આવશે અને 15.31 કલાકે ઉપડશે. જે સ્ટોપેજનો આજરોજ ભવ્ય શુભારંભ કરાયો હતો…

રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજરશ્રી અશ્વની કુમારે સાંસદ સભ્ય મોહનભાઈ તથા કેશરીદેવસિંહનો રેલવે સુવિધાઓ વધારવામાં સતત પ્રયત્નો અને સહકાર બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલકુમાર મીનાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન વાણિજ્ય નિરીક્ષક શ્રી ઉષિજ પંડ્યાએ કર્યું હતું. આ સમારોહમાં સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા, જીજ્ઞાસાબેન મેર, રેલવેના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.‌.

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!