પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી કુલ 13 સભ્યોમાંથી 2 ગેરહાજર : પ્રમુખ તરીકે ઈરફાન ગઢવારા અને ઉપપ્રમુખ તરીકે ઈબ્રાહીમભાઈ શેરસીયાની નિમણૂક….
વાંકાનેર તાલુકા કો. ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી. ની ચૂંટણી પુર્ણ થતા આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસ પ્રેરિત પીરઝાદા પેનલના ઉમેદવારોનો 10 વિરૂદ્ધ 1 મતથી વિજય થયો હતો. જેમાં પ્રમુખ તરીકે ઈરફાનભાઈ મામદભાઈ ગઢવારા(તિથવા) અને ઉપપ્રમુખ તરીકે ઈબ્રાહીમભાઈ અલાવદી શેરસીયા (લાલપર)ની વરણી કરવામાં આવી છે….
આજે યોજાયેલી આ ચુંટણીમાં કુલ 12 ચુંટાયેલા પ્રતિનિધિઓ અને એક બેંક પ્રતિનિધિ એમ 13 સભ્યોને મતદાન કરવાનો અધિકાર હોય જેમાં બે સભ્યો ગેરહાજર રહેતા હાજર 11 સભ્યો દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી જેમાં 10 વિરૂદ્ધ 1 મતથી કોંગ્રેસ પ્રેરિત પીરઝાદા પેનલના બંને ઉમેદવારોનો વિઋય થયો હતો….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU