વાંકાનેરના એસ.એમ.પી. ગ્રુપ દ્વારા નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવાનો શુભારંભ કરાયો…..

0

વાંકાનેર વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ એવા એસ.એમ.પી. ગ્રુપ દ્વારા તાજેતરમાં જ પોતાની લોક સેવામાં વધારો કરી વાંકાનેર વિસ્તારના નાગરિકો માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરાયો છે, જેમાં વાંકાનેર વિસ્તારના નાગરિકો માટે દર્દીઓને તેમના ઘરેથી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક સેવનો લાભ આપવામાં આવશે….

બાબતે માહિતી આપતા એમ.એમ.પી. ગ્રુપના સ્થાપક મોઈન પીરઝાદાએ જણાવ્યું હતું કે, અમો હાલ વાંકાનેર વિસ્તારમાં ભુખ્યાઓને ભોજન, યતિમખાના, ગરીબોમાં કિટ વિતરણ, વિધવા પેન્શન સહિતની સેવાકીય પ્રવૃતિઓ ચલાવી રહ્યા છીએ, જેમાં વધારો કરી અમોએ નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કર્યો છે. આ સેવામાં કોઈપણ પ્રકારના નાત-જાત કે ધર્મના ભેદભાવ વગર વાંકાનેર શહેર તથા ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે 24 કલાક દર્દીઓને તેમના ઘરેથી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવાનો લાભ આપવામાં આવશે…..

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU