વાંકાનેર શહેરના પાણી, સફાઈ, લાઈટ સહિતના પ્રાથમિક પ્રશ્ને રજુઆત કરતાં મહારાજા કેશરીદેવસિંહ ઝાલા…

0

વહિવટદારને રૂબરૂ મળી તાત્કાલિક વાંકાનેર શહેરના તમામ પ્રાથમિક પ્રશ્નોના નિકાલ કરવા રજૂઆત કરાઇ….

વાંકાનેર મહારાજ શ્રી કેશરીદેવસિંહ ઝાલા દ્વારા આજરોજ વાંકાનેર નગરપાલિકાના વહીવટદાર શ્રી કાનાણી સાહેબને રૂબરૂ મળી વાંકાનેર શહેરના પાણી, સફાઈ, લાઈટ, ભૂગર્ભ ગટર તેમજ બંધ વાહન, ફાયર ફાઈટર, હેલ્પ લાઇન નંબર સહિતની લગડધગડ ચાલતી સેવાઓ બાબતે તાત્કાલિક આ તમામ પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી….

વાંકાનેર શહેરમાં નગરપાલિકા દ્વારા અત્યાર સુધી લગડધગડ ચાલતી તમામ પ્રાથમિક સુવિધાઓ બાબતે વાંકાનેર મહારાજ શ્રી કેશરીદેવસિંહ ઝાલા સક્રિય બની તમામ પ્રશ્નોના તાત્કાલિક નિવારણ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી આ બાબતે આજે તેઓ નગરપાલિકાના વહિવટદારને રૂબરૂ મળી લેખિતમાં રજૂઆત કરી હતી. જેના પ્રત્યુત્તરમાં વહીવટદારશ્રી દ્વારા ખુબ જ ઝડપથી આ તમામ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી. આ તકે વાંકાનેર શહેર તેમજ મોરબી ભાજપ સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકા પુર્વ પ્રમુખ તથા કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso