વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામ ખાતે રહેતા એક 65 વર્ષીય વૃદ્ધા ગઈકાલે પોતાના ઘરે ચૂલો સળગાવવા જતાં અચાનક તેમના કપડાંમાં આગ લાગી જતાં તેઓ દાઝી ગયા હતા જેથી તેમનું મોત થયું હતું…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે રહેતા મધુબેન જયંતિભાઈ મકવાણા (ઉ.વ. 65) નામના વૃદ્ધા ગઈકાલે સવારે ચૂલો સળગાવવા જતાં અચાનક તેમના કપડામાં આગ લાગી હતી જેથી મહિલા ગંભીર રીતે દાઝી ગયા હતા જેમાં તેમનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1