વાંકાનેરના પલાસડી ગામે જુના મન-દુઃખનો ખાર રાખી કૌટુંબિક ભાઈ પર બે શખ્સો હુમલો….

0

વાંકાનેર તાલુકાના પલાસડી ગામ ખાતે રહેતા એક શખ્સે પર જુના મનદુઃનો ખાર રાખી બે કૌટુંબિક ભાઇઓએ હુમલો કરી લાકડી વડે માથામાં મારી તેમજ મુંઢ ઈજા પહોંચાડી હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં ઈજાગ્રસ્તની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પલાસડી ગામ ખાતે રહેતા મહેશભાઈ શામજીભાઈ પરમાર (ઉ.વ.૪૫)એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી સુરેશભાઈ દેવશીભાઈ પરમાર અને લલીતભાઈ દેવશીભાઈ પરમાર (રહે બંને પલાસડી) સામે ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે ફરિયાદી મોડી સાંજે વિક્રમભાઈની દુકાને વસ્તુ લેવા ગયા હોય ત્યારે ત્યાં તેના કૌટુંબિક ભાઈ સુરેશભાઈ અને લલીતભાઈ બાઈકમાં આવી જુનો મનદુઃનો ખાર રાખી ફરિયાદી પર હુમલો કરી માર માર્યો હતો, જેથી આ બનાવમાં ઈજાગ્રસ્તની ફરિયાદ પરથી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt