ટોળકીના મુખ્ય સુત્રધારે આઠ વાહન ચોરી કર્યાની કબુલાત આપતા માલની રિકવરી કરાઇ…
વાંકાનેર તાલુકાના ઢુવા ચોકડી પાસેથી રીઢા ચોર અને તેના સાગરીતો ટોળકી બનાવી ચોરીને અંજામ આપવા નીકળ્યા હોય, જે ટોળકીને વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે કે ચોરી કરે તે પૂર્વે જ ઝડપી પાડી અગાઉ ચોરી કરેલ મુદ્દામાલને રિકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમે ઢુવા ચોકડી નજીક ભવાની હોટેલ પાસેથી શંકાસ્પદ હિલચાલ કરતા આરોપી ગૌતમ ઉર્ફે ગવો ટપુભાઈ ડાભી (ઉ.વ.૨૨), અમિત ઉર્ફે પુષ્પા દિલીપભાઈ પરમાર (ઉ.વ.૨૨) અને હિતેશ દયારામભાઈ કણજરીયા (ઉ.વ.૩૫, રહે ત્રણેય થાનગઢ) શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધા હતા, જે ટોળકીની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં તેઓ જુદી જુદી જગ્યાની રેકી કરી ચોરી કરતા હોય અને ટોળકીનો મુખ્ય આરોપી ગૌતમ ડાભી અગાઉ આઠ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનો ખુલાસો થયો હતો…
જેથી આ બનાવમાં પોલીસે ત્રણેય ઇસમોને ચોરી થયેલ મુદામાલ પૈકી છ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૨૨,૫૦૦) અને એક મોટર સાયકલ (કિંમત રૂ. ૫૦,૦૦૦), કટર, ડીસમીસ સહીત કુલ રૂ. 72,570 નો મુદ્દામાલ રિકવર કર્યો હતો….
અત્રે ઉલ્લેખનીય છે કે આ ટોળકીનો મુખ્ય આરોપી ગૌતમ ડાભી રીઢો ગુનેગાર હોય અને આરોપીએ મોરબી તાલુકા, મોરબી સીટી એ ડીવીઝન અને સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આઠ વાહન ચોરીના ગુના કર્યા હોવાનું સામે આવ્યું છે…
વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પીએસઆઈ બી. પી. સોનારા, સર્વેલન્સ ટીમના મયુરધ્વજસિંહ જાડેજા, ચમનભાઈ ચાવડા, હરિચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, રવિભાઈ કલોત્રા, વિજયભાઈ ડાંગર અને અજયસિંહ ઝાલા સહિતનો સ્ટાફ જોડાયો હતો….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt