વાંકાનેર શહેરના દીવાનપરામાં સ્ટેચ્યુ ચોક નજીક આવેલ જૂની પીજીવીસીએલ કચેરીને પાડવાની કામગીરી ચાલી રહી હોય, દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી, જેમાં બિલ્ડીંગ પાડતાં સમયે બે મજૂરો કાળમાટ નીચે દટાઈ જતાં એકનું મોત થયું હતું, જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત મજૂરને સારવાર માટે પ્રથમ વાંકાનેર વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના દીવાનપરામાં પહેલા ભાડે પીજીવીસીએલ કચેરી કાર્યરત હોય, જે અન્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવતાં બાદમાં મકાન ખાલી પડ્યું હતું, જેના નવીનીકરણ હેતુથી મકાન પાડવાની કામગીરી ચાલી રહી હોય દરમ્યાન અકસ્માત સર્જાયો હતો, જેમાં બે મજૂરો બિલ્ડીંગના કાળમાટ હેઠળ દટાઇ જતાં રાજેશભાઈ બાલસીંગ પરમાર (ઉ.વ. 18, રહે. મામલતદાર ઓફીસ પાછળ, વાંકાનેર) નામના મજુરનું મોત થયું હતું. અન્ય એક મુનસિંગ મોહનભાઈ ડામોર નામના મજુરને પણ ઈજાઓ પહોંચી હોવાની માહિતી મળી રહી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV