વાંકાનેર નેશનલ હાઇવે પર અલગ અલગ એજન્સીઓ દ્વારા ખડકી દેવામાં આવેલ જોખમી હોડીંગ બોર્ડ દુર કરાયાં….

0

વાંકાનેર શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર અલગ અલગ એડવર્ટાઈઝમેન્ટ એજન્સીઓ દ્વારા ખડકી દેવામાં આવેલ જોખમરૂપ હોડીંગને આજરોજ બીપરજોય વાવાઝોડાની સંભાવનાના પગલે દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં બામણબોર ટોલ વે કંપની દ્વારા આ તમામ જોખમ હોડીંગોને ઉતારી લેવામાં આવ્યા હતા….

બાબતે પ્રાપ્ત વિગતો મુજબ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) પર કાર્યરત બામણબોર ટોલ વે પ્રાઇવેટ લિમિટેડની ઇન્સીડેન્ટ મેનેજમેન્ટ ટીમ દ્વારા સંભવિત બીપરજોય વાવાઝોડા અનુસંધાને સાવચેતી ના ભાગ રૂપે વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર અલગ અલગ એજન્સી દ્વારા ખડકી દેવામાં આવેલ જોખમી હોડીંગ બોર્ડ કે જેનાથી વાવાઝોડા દરમિયાન ‌જાનહાની થવાની શક્યતા હોય તેને તાત્કાલિક અસરથી દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી.

આ ઉપરાંત કંપની દ્વારા વાવાઝોડા દરમિયાન આપાતકાલીન સમયે વાંકાનેર બાઉન્ટ્રીથી ગાળા એમ ૭૨ કીલોમીટરના નેશનલ હાઇવે પર હેલ્પલાઇન નંબર ૯૩૭૩૧૬૨૬૦૧ જાહેર કરવામાં આવ્યો છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC