વાંકાનેર જ નહી પરંતુ સમગ્ર મોરબી જીલ્લામાં ખુબ જ નાની વયમાં વકીલાત ક્ષેત્રે બહોળી નામના મેળવનાર યુવા એડવોકેટ એન્ડ નોટરી તથા સમસ્ત બ્રહ્મસમાજ ઉપપ્રમુખ એવા રાજેશભાઇ એમ. મઢવી(રાજગોર)નો આજે જન્મદિવસ છે…

મુળ કચ્છ વાગડના માખેલ ગામનાં વતની અને વાંકાનેરને કર્મભુમી બનાવતા બે દાયકા પુર્વે મજુરી કરી પેટીયું રળવાં આવેલાં મોહનભાઈ રામજીભાઈ મઢવીએ મજુરી કરતાં કરતાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ દાખવી પોતાના સંતાનોને ભણાવતા તેના ફળ સ્વરૂપે વાંકાનેર વિસ્તારની જનતાંને કાયદાનાં નિષ્ણાંત, સેવાભાવી, માનવતાવાદી, વિદ્રાન નોટરી વકિલ શ્રી રાજુભાઈ મઢવી મળેલ છે.

જેઓ ગરીબ અને અભણ લોકોને મફત માં કાનુની સહાય પુરી પાડે છે તેમજ હિન્દુ-મુસ્લિમ એકતા કમિટીમાં રહી કોમી એકતાનાં કાર્યો કરી ભાઈચારાનાં દર્શન કરાવી રહ્યાં છે. રાજુભાઈ વકિલ ભારતીય જનતા પાર્ટીના પાયાનાં પથ્થર તરીકે સદસ્ય રહી પુર્વ શહેર ઉપ-પ્રમુખ રહી ચુક્યાં છે અને હાલ પણ ગ્રાહક સુરક્ષા મંડળમાં લિગલ એડવાઈઝર તરીકે માનદ સેવા આપી રહ્યાં છે.

આ સાથે જ વાંકાનેરમાં રાજગોર યુવાં ગ્રૂપ, પરશુંરામ યુવક મંડળ, એકતા ગ્રૂપ વિગેરે સાથે જોડાઈને લોક સેવાંનાં સામાજીક ઉમદા કાર્યો કરી રહ્યાં છે. આવા સેવાના ભેખધારી, નાત-જાતનાં ભેદભાવ વિના ગરીબ માણસોને પણ કાયદાકીય જ્ઞાન માહિતી આપી લોકોનાં સ્થાન મેળવનાર રાજુભાઈ મઢવીનો આજે જન્મદિવસ હોય જેથી તેમના મોબાઈલ નં. ૯૦૯૯૦ ૯૦૧૪૧ પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી યુવા એડવોકેટ એન્ડ નોટરી રાજુભાઇ મઢવીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

 

error: Content is protected !!