વાંકાનેર મહારાણા કેશરીદેવસિંહજીની આગેવાનીમાં વિકાસ કાર્ય વેગવંતા બન્યા….
વાંકાનેર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઘણીબધી સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં હોય જેમાં નાગરિકોની અનેક રજૂઆતો બાદ પણ અગાઉના સત્તાધીશો બાબતે મચક ન આપતા નહોતાં. જેમાં તાજેતરમાં જ સરકારે વાંકાનેર નગરપાલિકાને સુપરસીડ જાહેર કરતા હાલ વહીવટદાર શાસન અમલી બન્યું છે. જેમાં વાંકાનેર શહેરના પાયાના તમામ પ્રશ્નોના નિરાકરણની જવાબદારી વાંકાનેર મહારાણા કેશરીદેવસિંહજીએ ઉઠાવતા ધીમે ધીમે વાંકાનેર શહેરનો વિકાસ પાટા પર ચડી રહ્યો છે…
બાબતે વાંકાનેર શહેરની બંધ રહેલી સ્ટ્રીટ લાઇટો માટે મહારાણા કેશરીદેવસિંહજીએ વહિવટદારને લેખિતમાં બાબતે રજૂઆતો કરતાં નગરપાલિકા તંત્રએ વાંકાનેર શહેરની બંધ સ્ટ્રીટ લાઈટ પુનઃ શરૂ કરવા અને જુની સ્ટ્રીટ લાઈટની જગ્યાએ નવી હાઈ વોલ્ટેજ સ્ટ્રીટ લાઈટો બદલવાની કામગીરી શરૂ કરી છે, જેથી ટુંક સમયમાં દિવાળી તહેવારો પહેલાં જ વાંકાનેર શહેર ફરી હાઈ વોલ્ટેજ સ્ટ્રીટ લાઇટો સાથે ઝળહળી ઉઠશે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0