કોમી એકતાના દર્શન સાથે હિન્દુ-મુસ્લિમ સમાજના ધર્મગુરૂઓ દ્વારા મેળાનો શુભારંભ કરાવાયો….
વાંકાનેર શહેર ખાતે દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા રાજ્યગુરૂ નાગાબાવાજીના મેળાનું ગઇકાલે સાંજના સમયે કોમી એકતાના અનોખા દર્શન સાથે હિન્દુ-મુસ્લિમ સમાજના સંતો-મહંતોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ધાર્મિક શ્રદ્ધા સાથે ઉજવાતા આ મેળામાં પ્રથમ દિવસે જ હૈયે હૈયું દળાય તેટલી જનમેદની ઉમટી પડી હતી….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર ખાતે આવેલ રાજ્યગુરૂ શ્રી નાગાબાવાજીના મંદિરના પ્રાંગણમાં દર વર્ષે જન્માષ્ટમી તહેવાર અનુસંધાને લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે આ પાંચ દિવસના લોકમેળાનું કોમી એકતા સાથે હિન્દુ તથા મુસ્લિમ સમાજના સંતો-મહંતો દ્વારા રિબીન કાપી લોકાર્પણ કરાયું હતું. જેમાં નાગાબાવા મંદિરના મહંત તથા મુસ્લિમ સમાજના ધર્મગુરૂ શાહીર પીરઝાદા ખાસ ઉપસ્થિત રહ્યા હતા…..
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf