મોરબી એસઓજી ટીમ દ્વારા રૂ. 6.42 લાખના ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા…

મોરબી એસ.ઓ.જી. પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગીના બાતમીના આધારે મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર પાનેલી ગામના પાટીયા પાસે સર્વીસ રોડ પરથી રૂ. 6.42 લાખના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સહિત કુલ રૂ. 7.19 મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડી અન્ય એક શખ્સની સંડોવણી ખુલતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ મુજબ ગુન્હો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યાની ટીમના એએસઆઇ કિશોરદાન ગંભીરદાન ગઢવી તથા ફારૂકભાઇ યાકુબભાઇ પટેલને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, વાંકાનેર શહેર નજીક રહેતા આરોપી સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઇ બ્લોચ (રહે. માર્કેટીંગ યાર્ડ સામે, ચંદ્રપુર, વાંકાનેર) તથા રજાકભાઇ આમદભાઇ ઘાંચી (રહે. માધાપર, મોરબી) નામના શખ્સો અવાર નવાર સાંજના સમયે દરીયાલાલ હોટલ નજીક મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ પાસે આવેલ પાનેલી રોડ પાસે સર્વીસ રોડ પર ભેગો થાય છે, તે સર્વીસ રોડ પર પાનેલી જવાના રસ્તામાં ખુણા પાસે માદક પદાર્થ પાવડર પોતાના ગ્રાહકોને આપવા જાય છે…

જેના આધારે એસઓજી ટીમે વોચ ગોઠવી નંબર વગરના હોન્ડા સાઇન મોટર સાયકલ ઉપર મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ડીલેવરી કરવા આવેલ આરોપી સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઇ બ્લોચ અને રજાકભાઇ આમદભાઇ ઘાંચી નામના શખ્સોને રંગેહાથ 64.20 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, બે મોબાઇલ, રોકડા રકમ સહીત કુલ 7,19,460નો મુદામાલ સાથે ઝડપી લીધા હતા..

આ સાથે જ આ બનાવમાં અન્ય આરોપી જુનેદભાઇ હનીફભાઇ પરમાર (રહે.માધાપર, શેરી નં-5, મોરબી) નામના શખ્સની સંડોવણી બંને આરોપીઓ દ્વારા કબુલતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ-8(સી), 21(સી), 29 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

મોરબી એસઓજી ટીમની આ કામગીરીમાં પીઆઇ એમ.પી.પંડ્યા, પીએસઆઇ એમ.એસ.અંસારી, એ.એસ.આઇ. રણજીતભાઇ બાવડા, રસીકભાઇ કડીવાર, સબળસિંહ સોલંકી, ફારૂકભાઇ પટેલ, કિશોરદાન ગઢવી, હેડ કોન્સ. જુવાનસિંહ રાણા, મહાવિરસિંહ પરમાર, મુકેશભાઇ જોગરાજીયા, શેખાભાઇ મોરી, સતિષભાઇ ગરચર, પોલીસ કોન્સ્ટેબલ, આશીફભાઇ ચાણકીયા, માણસુરભાઇ ડાંગર, કમલેશભાઇ ખાંભલીયા, સામંતભાઇ છુછીયા, અંકુરભાઇ ચાચુ તથા અશ્વિનભાઇ વીરાભાઇ લોખિલ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!