વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના જાલી ગામની સીમમાં આવેલ એક વાડીમાં આવેલ ઝુંપડીમાં દરોડો પાડી વિદેશી દારૂ-બિયરના જથ્થા ઝડપી લીધો હતો, જો કે આ દરોડા દરમ્યાન આરોપી સ્થળ પર હાજર નહીં મળતા પોલીસે તેની સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં આવેલ આરોપી પાંચાભાઇ રૂપાભાઇ ઉર્ફે ભુપત સંગપરાનના કબ્જા વાળી ઝુંપડીમાં વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી મેકડોવેલ નંબર -1 બ્રાન્ડ વ્હીસકીની 1 બોટલ, એક વોડકાની બોટલ તેમજ ત્રણ બીયરના ટીન સહિત કુલ રૂ. 975નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વાંકાનેર સીટી પોલીસ ટીમના આ દરોડા દરમિયાન આરોપી સ્થળ પર હાજર નહીં મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી તેની સામે પ્રોહિબીશન એક્ટ 65(a)(a), 166-B મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1