સમગ્ર ગુજરાતમાં પ્રથમ, દ્વિતીય, ચતુર્થ અને દસમું સ્થાન મેળવતા મોડર્ન સ્કુલના વિદ્યાર્થીઓ….

ધોરણ 12 સાયન્સ, બાદ ધોરણ 10 અને હવે ધોરણ 12 કોમર્સના પરિણામમાં પણ વાંકાનેરની મોડર્ન સ્કુલના વિદ્યાર્થીઓએ મેદાન મારી અને રેકોર્ડની હારમાળા સર્જી છે, જેમાં આજે જાહેર થયેલા ધોરણ 12 કોમર્સના પરિણામમાં વાંકાનેરની મોડર્ન સ્કૂલમાં અભ્યાસ કરતા એક સાથે પાંચ-પાંચ વિદ્યાર્થીઓએ બોર્ડ ટોપ-10 માં સ્થાન મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે…

આજે જાહેર થયેલ પરિણામોમાં મોડર્ન સ્કુલની વિદ્યાર્થીની માથકીયા સાજેદાબાનું નજરૂદીનએ 99.99 PR અને 95.00% સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવેલ છે, જેના પિતા એક સામાન્ય ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ સાથે જ શાળાની વિદ્યાર્થીની ચારોલીયા તેસીન શાહિદએ પણ 99.98 PR અને 94.43 % સાથે સમગ્ર ગુજરાતમાં દ્વિતીય સ્થાન મેળવી છે. જે પણ‌ એક સામાન્ય ખેડૂત પરિવારની દિકરી છે….

મોડર્ન સ્કુલના બોર્ડ ટોપ-10 વિદ્યાર્થીઓની યાદી…

૧). માથકીયા સાજેદાબાનું નજરૂદીન (પંચાસીયા) 99.99 PR  95.00% Per.ગુજરાત બોર્ડ પ્રથમ

૨). ચારોલીયા તેસીન શાહિદ (અરણીટીંબા) 99.98 PR  94.43 % Per. – ગુજરાત બોર્ડ દ્વિતીય

૩). માથકીયા ગુલિસ્તા નજરૂદીન(પ્રતાપગઢ) 99.96 PR  93.71 % Per. ગુજરાત બોર્ડ ચતુર્થ

૪). ભોરણીયા ઈલ્શા નીઝામુદ્દીન(પંચાસર) 99.96 PR  93.71 % Per. ગુજરાત બોર્ડ ચતુર્થ

૫). બાદી મુજમીન નીઝામુદ્દીન (પાંચદ્રારકા) 99.90 PR  92.57 % Per. – ગુજરાત બોર્ડ દશમો

મોડર્ન સ્કુલના જ્વલંત પરિણામ બદલ વાંકાનેરની શિક્ષણપ્રેમી જનતા શાળાના સ્ટાફ, મેનેજમેન્ટ અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી રહી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!