ફૈઝ સ્કુલના વિદ્યાર્થીએ ઐતિહાસિક પરિણામ સાથે ગુજરાત બોર્ડ અને વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી….
આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 કોમર્સની પરિક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે વાંકાનેરનામી ફૈઝ સ્કુલના વિદ્યાર્થી ભરત આલએ રેકોર્ડ બ્રેક પરિણામ સાથે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ માર્કસ સાથે ગુજરાત બોર્ડમાં પ્રથમ અને વાંકાનેર કેન્દ્રમાં પણ પ્રથમ સ્થાન મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે…
બાબતે વાંકાનેરના માલધારી સમાજ / રબારી સમાજના પશુપાલન સાથે સંકળાયેલા એક સામાન્ય પરિવારના પુત્ર ભરત આલએ વાંકાનેરની ફૈઝ સ્કુલમાં અભ્યાસ કરી અને શાળા તથા પોતાના મહેનતથી સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ માર્કસ સાથે ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવી ઐતિહાસિક રેકોર્ડ બ્રેક સફળતા મેળવી છે, જે બદલ વાંકાનેરના નાગરિકો સામાન્ય પશુપાલક પરિવારના પુત્રને ચોમેરથી શુભકામનાઓ પાઠવી રહ્યા છે….
સૌથી વધુ માર્કસ સાથે ગુજરાત બોર્ડ પ્રથમ વિદ્યાર્થીની યાદી….