માર્કેટીંગ યાર્ડ નજીક બાઇક ધીમું ચલાવવા બાબતે સગીરને ઠપકો આપતાં મામલો મારામારી સુધી પહોંચ્યો…

વાંકાનેરના ચંદ્રપુર પાસે માર્કેટિંગ યાર્ડ નજીક મીરાનગર ખાતે શેરીમાંથી સ્પીડમાં બાઇક લઇને પસાર થતા સગીરની બાઇક ધીમું ચલાવવા ઠપકો આપવા બાબતે બે પરિવારો વચ્ચે છૂટા હાથે મારામારી થયાનો બનાવ સામે આવ્યો છે, જેમાં બંને પક્ષોએ એકાબીજા સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબન વાંકાનેર નજીક ચંદ્રપુર ખાતે માર્કેટિંગ યાર્ડ નજીક મીરાનગર વિસ્તારમાં રહેતા ઇકબાલભાઇ અલ્લારખાભાઇ નારેજાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી હમીદભાઈ ઉર્ફે ભુરાભાઇ બ્લોચ તથા તેના બીજા નંબરના દિકરા સામે ફરિયાદ નોંધાવી છે કે, આ બનાવમાં ફરિયાદીનો દિકરો અમન શેરીમાં ફુલ સ્પીડમાં બાઇક લઇને નીકળતા આરોપીએ તેને ઠપકો આપતાં ફરિયાદી પરિવાર આરોપીને ઠપકો ન આપવા સમજાવવા છતાં બંને આરોપીઓએ ફરિયાદી તથા તેમની પત્ની અને તેમના બંને દીકરાઓને માર માર્યો હતો, જેથી આ બનાવમાં પોલીસે બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

આ જ બનાવમાં સામાપક્ષે ફરિયાદી હમીદભાઈ ઉર્ફે ભુરાભાઈ અલારકાભાઈ બ્લોચએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી જેનુબેન ઈકબાલભાઈ નારેજા, ઈકબાલભાઈ અલારખાભાઈ નારેજા અને અમન ઈકબાલભાઈ નારેજા સામે ફરિયાદ નોંધાવી છે કે, આ બનાવમાં ફરિયાદીએ આરોપી અમનને બાઇક ધીમું ચલાવવા બાબતે ઠપકો આપતાં, આ બાબતનું સારૂં નહીં લાગતાં ત્રણેય આરોપીઓએ ફરિયાદ પર ઘરે આવી હુમલો કરી મૂઢમાર માર્યો હતો. જેથી આ બનાવમાં પણ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!