વાંકાનેરના મિલપ્લોટની દીકરીને કરિયાવર બાબતે દુઃખ-ત્રાસ આપતા સુરેન્દ્રનગરનાં સાસરિયાં સામે ફરિયાદ નોંધાઈ….

0

વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં માવતરના ઘરે રહેતી પરિણીતાને સુરેન્દ્રનગરના સાસરિયાઓ કરિયાવર બાબતે અવાર નવાર દુઃખ-ત્રાસ આપી હેરાનપરેશાન કરતા હોય, જેથી આ મામલે મહિલાએ સાસરીયાઓ સામે મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના મિલપ્લોટ ખાતે પિતાના ઘરે રહેતા પારૂલબેન હેમતભાઇ આંબલીયાને લગ્ન બાદ જોરાવરનગર સુરેન્દ્રનગર રહેતા પતિ સંજયભાઇ ભીખાભાઇ સોલંકી, સસરા ભીખાભાઇ ગોવીંદભાઇ સોલંકી, સાસુ શાંતુબેન ભીખાભાઇ સોલંકી, દિયર અનીલભાઇ ભીખાભાઇ સોલંકી, નણંદ લતાબેન સહિતનાઓ અવારનવાર કરિયાવર મામલે ત્રાસ આપી શારિરીક-માનસિક દુઃખ આપી મારકૂટ કરતા હોય જેથી મહિલાએ બાબતે સાસરીયાઓ સામે મોરબી મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે આ બનાવમાં મહિલા પોલીસ દ્વારા ઘરેલું હિંસા કાયદા સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે…..

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt