કુદરતી નિયમ અને જંગલનો અદ્ભુત નજારો : ઉપસ્થિત લોકોએ અજગરને સસલાનો શિકાર કરતાં નિહાળ્યો…
વાંકાનેર તાલુકાના મહીકા ગામ નજીક વસુંધરા જવાના રસ્તે ડુંગરાળ વિસ્તારમાં એક મહાકાય અજગર નીકળતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા, જેમાં ઝાડીમાં સંતાયેલ મહાકાય અજગરે લોકો સામે જ સસલાનો શિકાર કરી ગળી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેથી એક જાગૃત નાગરિક હઠાભાઈ ભરવાડે બાબતે વન વિભાગના અધિકારી પી. પી. નરોડિયાને ફોનથી જાણ કરતા, વન વિભાગના કર્મચારીઓ સ્થળ પર આવી અને અજગરનું રેસક્યું કરી અજગરને પકડી સુરક્ષિત જંગલમાં છોડી મુકતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf