દ્વારકા દર્શન કરી પરત ફરતી વેળાએ બાઉન્ડ્રી નજીક રાત્રીના કાર પુલીયા સાથે અથડાતા અકસ્માત સર્જાયો…
વાંકાનેર બાઉન્ડ્રી નજીક દ્વારકા દર્શન કરી પરત ફરતા અરવલ્લીના મોડાસાના વતની પરિવારજનોની કારમાં રાત્રીના કાર ચાલકને ઝોકું આવી જતાં કાર પુલ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે કારમાં બેઠેલા અન્ય ત્રણને ગંભીર ઈજાઓ પહોંચી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની પ્રોફેસર વર્ષાબેન હિતેષભાઇ પટેલે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.22ના રોજ તેમના ભાઈ અલ્કેશકુમાર રમણલાલ પટેલ (રહે. પીપલોદ, સુરત), પતિ હિતેષભાઇ કેશવભાઇ પટેલ, તેમના પતિના મિત્ર નિલેશભાઇ ઇન્દ્રવદનભાઇ ત્રિવેદી અને કારના ચાલક હિંમતભાઇ રેવાભાઇ પરમાર દ્વારકા દર્શન માટે ગયા હતા, જ્યાંથી પરત ફરતી વેળાએ તા.24ના રોજ રાત્રીના સમયે કાર ચાલક હિંમતભાઇ રેવાભાઇ પરમારને નીંદર આવતી હોય તેમના ભાઈ અલ્કેશકુમાર રમણલાલ પટેલે રાજકોટથી કાર ચલાવી હતી અને વાંકાનેર બાઉન્ડ્રી નજીક પહોંચતા અલ્કેશભાઈને ઝોકું આવી જતા કાર પુલ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ફરિયાદી વર્ષાબેનના પતિ હિતેશભાઈને ગંભીર ઈજાઓ થતા મોત થયું હતું…
જ્યારે આ અકસ્માતમાં અલ્કેશકુમાર રમણલાલ પટેલ, નિલેશભાઇ ઇન્દ્રવદનભાઇ ત્રિવેદી અને કારના ચાલક હિંમતભાઇ રેવાભાઇ પરમારને ઈજાઓ પહોંચતા પ્રથમ રાજકોટ બાદ અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં સારવારમાં માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે વાંકાનેર તાલુકા પોલીસે વર્ષાબેનની ફરિયાદને આધારે કાર ચાલક સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf