ધારાસભ્યએ અત્યાર સુધી મામુલી રકમથી મેળાનું ગ્રાઉન્ડ મળતીયાઓને આપી નગરપાલિકાને નુકશાની કર્યાના આક્ષેપ….

વાંકાનેર ખાતે જન્માષ્ટમીના મેળા માટેનું ગ્રાઉન્ડ નગરપાલિકા દ્વારા જાહેર હરાજીથી રૂ. 19.50 લાખમાં ફરોજભાઈ ઠાસરીયા નામના અરજદારને આપવામાં આવેલ હોય, જેમાં વાંકાનેરના ધારાસભ્ય દ્વારા આ મેળામાં ભાવ બંધણું કરવા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી, જેની સામે મેળાના આયોજન દ્વારા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી ધારાસભ્ય પર ગંભીર આક્ષેપો કરાતાં વાંકાનેર વિસ્તારમાં ફરી ગરમાવો આવ્યો છે…

બાબતે મેળા આયોજકે પોતાની રજૂઆતમાં ધારાસભ્ય પર ગંભીર આક્ષેપ કરી જણાવ્યું છે કે, વર્ષ 2012 થી 2021 સુધી ધારાસભ્ય દ્વારા પાલિકામાં વિવિધ હોદ્દાઓ તથા સત્તાથી વહિવટ કરી જન્માષ્ટમી મેળા માટેનું ગ્રાઉન્ડ પોતાના મળતીયાઓને મામુલી રકમથી આપી નગરપાલિકાની તિજોરીને મોટું નુકસાન કરેલ હોય, જેની તપાસ કરવા માંગ કરી છે. જે બાબતે વિરોધ થતાં છેલ્લા બે વર્ષથી મેળાનું ગ્રાઉન્ડ જાહેર હરાજીથી તંદુરસ્ત હરીફાઈ સાથે ઉંચી રકમથી વેચાતાં નગરપાલિકાને મોટો ફાયદો થયો છે….

આ સાથે જ ધારાસભ્ય દ્વારા ગયા વર્ષે પણ કિરણ સિરામીકના ગ્રાઉન્ડમાં પ્રાઇવેટ મેળો કરવા માંગતા હોય, જેની વહિવટી તંત્ર દ્વારા મંજૂરી નહીં આપતાં મેળો રદ કરવામાં આવ્યો હતો, જે બાદ પુનઃ આ વર્ષે ફરી જન્માષ્ટમીનાં ધાર્મિક મહત્વ સાથેના મેળા સામે આ જ સ્થળે ફરી પ્રાઇવેટ મેળો કરવાની ધારાસભ્યએ તૈયારી કરતા બાબતે વાંકાનેરની જનતાની ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખી યોગ્ય તપાસ કરી આ મેળાને મંજૂરી નહીં આપવા પ્રાંત અધિકારી સમક્ષ માંગ કરવામાં આવી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt

error: Content is protected !!