નાના બાળકોના માતા-પિતા માટે બોધ રૂપ બનાવ વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક સામે આવ્યો છે, જેમાં માટેલ નજીક સિરામિક ફેકટરીમાં એક અઢી વર્ષના માસૂમ બાળકને રખડતા કૂતરાએ બચકા ભરી ફાડી ખાત બાળકનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ રોલ સ્ટાર સિરામિક ફેકટરીમાં કામ કરતા પુનમસિંગ ડામોરના અઢી વર્ષનાં પુત્ર સોહનને ગઇકાલે ફેક્ટરીમાં રખડતાં કૂતરાએ ગંભીર રીતે બચકા ભરતાં બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેનું મોત થયું હતું. હાલ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!