વાંકાનેર તાલુકા પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ગતરાત્રીના રાજગઢ ગામ ખાતે આવેલ રામજી મંદિરની સામે આવેલી શેરીમાં પોલીસે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા ચાર પતા પ્રેમીઓને રંગેહાથ તીનપત્તીનો જુગાર રમતા રોકડ રકમ રૂ. 11,750 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ગતરાત્રીના રાજગઢ ગામ ખાતે આવેલ રામજી મંદિર સામેની શેરીમાં દરોડો પાડી સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ૧). જયસુખભાઇ છેલાભાઈ દંતેસરીયા, ૨). મુન્નાભાઈ કેશુભાઈ ચૌહાણ, ૩). ધનજીભાઈ ઉર્ફે હકાભાઇ જેરામભાઈ અધેરા અને ૪). અશોકભાઈ લધુભાઈ કુકાવા (રહ. બધા રાજગઢ) ને તીનપત્તીનો જુગાર રમતા રોકડ રકમ રૂ. 11,750 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1