વાંકાનેર તાલુકા પોલીસ ટીમના ગતરાત્રીના ખાનગી વાહનમાં ઢુવા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન માટેલ ગામ પાસે આવેલ શિતળાધાર નજીક ખુલ્લી જગ્યામાં કોઈ ઈસમો જુગાર રમતા દેખાતા પોલીસે વાહન ઉભું રાખી જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને રંગહાથ ઝડપી પાડી બંને ઈસમો સામે વાંકાનેર તાલુકા પોલીસમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના ગતરાત્રીના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન માટેલ ગામ નજીક આવેલ શિતળાધાર પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા દિનેશભાઇ અરજણભાઇ સાકરીયા અને રણછોડભાઈ જેસીંગભાઈ વીંઝવાડીયા (રહે. બંને માટેલ, તા. વાંકાનેર)ને રંગેહાથ તીનપત્તીનો જુગાર રમતા રોકડ રકમ રૂ. 1800 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU