પોરબંદરના શખ્સે ટ્રકના અડધા પૈસા ચુકવી બાદ બાકીની રકમની ભરપાઈ નહીં કરી અને ટ્રકને બારોબાર ભંગારમાં વેચી મારતાં પોલીસ ફરિયાદી નોંધાઇ....
વાંકાનેર તાલુકાના મહીકા ગામના એક યુવાન પાસેથી પોરબંદરના શખ્સે ટ્રકની ખરીદી કરી તેની અડધી રકમ ચૂકવી હતી, જ્યારે બાકીની રકમ ન ચૂકવી રૂ. 2.75 લાખની છેતરપીંડી આચરી ટ્રકને બારોબાર ભંગારમાં વેચી મારતાં બાબતે યુવાને આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે રહેતા ફરીયાદી કુલદીપભાઇ નરોતમભાઇ મીણીયાએ પોરબંદરના રાતડી ગામે રહેતા ભુરાભાઇ દાનાભાઇ મોરી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીનો ટાટા મોટર્સ પ્રા.લી. કંપનીનો ટ્રક GJ 03 AT 4624 રૂ.5,50,000ની કિંમતે વેચવા કાઢ્યો હોય જે રાજકોટના એક ડ્રાઇવર મારફત તેમનો આરોપી ભુરાભાઇ દાનાભાઇ મોરી સાથે સંપર્ક થયો હતો. બન્નેની પરસ્પરની સમજુતી મુજબ તા.૨૧/૧૨/ ૨૦૨૨ રોજ કુલદીપભાઇએ તેમનો ટ્રક રૂ.5,50,000 માં ભુરાભાઇને વેચી આપ્યો હતો. અને આ અંગેની નોટરી રૂબરૂ સ્ટેમ્પ પેપર ઉપર કરાર કર્યો હતો…
આ સોદા મુજબ ભુરાભાઇએ કુલદીપભાઇને ટ્રકની રકમ પૈકી રૂ.1,25,000 રોકડા ચૂકવ્ય હતા, જેથી કુલદીપભાઇએ તેમને ટ્રકનો કબ્જો સોંપી આપેલ હતો. ત્યારબાદ ભુરાભાઇએ આઠ કે દસ દિવસ બાદ રૂ.1,50,000 કુલદીપભાઇને ચેકથી ચૂકવી આપેલ હતા. આમ આરોપી ભુરાભાઇએ ટ્રક વેચાણના અવેજ પૈકી કુલ રૂ. 2,75,000 કુલદીપભાઇને ચૂકવી દીધા હતા. અને આ બાકી ૨હેતી રકમ કુલદીપભાઇને મળી ગયા બાદ તેમણે વાહન રજીસ્ટ્રેશનને લગતા તમામ કાગળો ભુરાભાઇને સોપવાના હતા, તેવું બંને વચ્ચે કરાર થયો હતો. જે બાદ ત્રણ કે સાડા ત્રણ મહીના બાદ કુલદીપભાઇએ ટ્રક પરની લોન ચૂકતે કરી ભુરાભાઇને ફોન કરી કહેલ કે, તમે બાકીનું પેમેન્ટ તૈયાર રાખશો સાત દિવસમાં લોન ચૂકતે કર્યાનું એન.ઓ.સી. આવી જશે. તો આ ભુરાભાઇ એ કહેલ કે, કોઇ વાંધો નહી હું રૂપીયાના સગવડ કરી રાખુ છુ અને તમોને રોકડા ચૂકવી દઇશ તેમ વાત કરી હતી...
ત્યારબાદ આજ દિન સુધી આરોપી ભુરાભાઇનો સંપર્ક થઈ શક્યો નથી. આ બાબતે કુલદીપભાઇએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી ભુરાભાઇએ ક્યાંક ભંગારના ડેલામાં ટ્રકને રખાવી દીધો હોય અને ટ્રકના ટાયર પણ કાઢીને વેચી દીધા છે. જેથી આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ આરોપી સામે આઇપીસી કલમ 420, 406 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt