વાંકાનેર શહેરના જીનપરા મેઈન રોડ ઉપરથી પસાર થઇ બાઇકમાં પેટ્રોલ પુરાવા જતાં એક યુવાનને રસ્તામાં જ ચાર શખ્સોએ તેને રોકી વગર કારણે કશું બોલ્યા વગર હુમલો કરી માર મારતાં બાબતે ચારેય આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના જીનપરા ખાતે રહેતા કનુભાઇ ઉર્ફે વીકી રમેશભાઇ ચૌહાણ નામનો યુવાન પોતાનું બાઈક લઈને પેટ્રોલ પુરાવા જઇ રહ્યો હોય ત્યારે આરોપી મુનીયો ભરવાડ, ભલાભાઇ ભરવાડ, પકો પાચાભાઇ ભરવાડ તથા ઘના પાચાભાઈ ભરવાડ (રહે. બધા જીનપરા)એ ફરિયાદીનું બાઇક રસ્તામાં ઉભું રખાવી યુવાનને વગર કારણે ઝાપટ મારી, લોખંડના પાઈપ વતી માથાના ભાગે તથા વાસાના ભાગે માર મારી ગાળો આપી ફરાર થઈ ગયા હતા, જેથી આ બનાવમાં યુવાને ચારેય આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt