વાંકાનેર તાલુકા પોલીસના લૂંટ ગુન્હામાં છેલ્લા 21 વર્ષથી ફરાર આરોપી અને મોરબી પોલીસમાં અપહરણના ગુન્હામાં આઠ વર્ષથી ફરાર આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડેની ઝડપી પાડી બન્ને આરોપીને મોરબી અને વાંકાનેર તાલુકા પોલીસને હવાલે કર્યા હતા….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લામાં હાલ વિવિધ ગુન્હામાં લાંબા સમયથી ફરાર રહેલા આરોપીઓને પકડી પાડવાની ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે વાંકાનેર તાલુકા પોલીસના લૂંટ ગુન્હામાં છેલ્લા 21વર્ષથી ફરાર આરોપી અને મોરબીના અપહરણના ગુન્હામાં આઠ વર્ષથી ફરાર આરોપી એમ બે આરોપીઓને પકડી લેવાની સૂચના આવતા મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે આરોપીઓને ઝડપી લેવાની તપાસ હાથ ધરી હતી જેમાં ચોક્કસ ખાનગી બાતમીના આધારે

આ ટીમે એમ.પી.ના જાબુઆ તેમજ ગુજરાતના દાહોદ જિલ્લામાંથી વાંકાનેર તાલુકા પોલીસ મથકમા નોંધાયેલા લૂંટના ગુન્હામાં 21 વર્ષથી નાસતો ફરતો આરોપી રમણ અબુભાઈ ઉર્ફે આલુભાઈ ભીલ અને મોરબીના અપહરણના ગુન્હામાં આઠ વર્ષથી ફરાર આરોપી કામના રાકેશ જીતરીયાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…


વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN
