વાંકાનેર હાઈવે ચોકડી ખાતે આજે બપોરે એક વાગ્યાની આસપાસ એક બેકાબૂ બનેલા ટ્રકના ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા હાઈવે સર્કલ પર ટ્રાફિક સિગ્નલની રાહ જોતા પાંચ કરતા વધુ બાઈક ચાલકોને હડફેટે લેતા તમામ બાઈકના કુચા બોલી ગયા હતા જેમાં એક શખ્સનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું જ્યારે પાંચ કરતા વધુ લોકોને ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા..

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની હાઈવે ચોકડી ખાતે આજે બપોરના એક વાગ્યાની આસપાસ ટોલનાકા તરફથી આવતાં એક નંબર પ્લેપ વગરના ટ્રકના ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા હાઈવે સર્કલ પર ટ્રાફિક સિગ્નલની રાહ જોતા પાંચ કરતા વધુ બાઈક ચાલકોને હડફેટે લીધા હતા જેમાં એક બાઇકચાલકનું ટ્રક નીચે આવી કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે પાંચ કરતા વધુ બાઈક ચાલકોને ગંભીર રીતે ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા…

આ અકસ્માતના બનાવમાં ત્રણ જેટલા વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો જ્યારે અન્ય પાંચ કરતા વધુ બાઈકોને નુકસાન થયું હતું. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ડ્રાઈવર પોતાનું વાહન ઘટના સ્થળે જ મુકી ફરાર થઈ ગયો હતો. જ્યારે ટ્રક નંબર પ્લેટ વગરનો હોય અને તેમાં બેલા ભરેલ હોય જેથી ખનીજચોરી નો ટ્રક પણ હોવાની સંભાવના સેવાઈ રહી છે…

આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN

 

error: Content is protected !!