જીલ્લા વિકાસ અધિકારીની સુચનાથી ગ્રામ પંચાયત હસ્તકની મિલ્કતો પરથી ગેરકાયદેસર કબ્જેદારોને હટાવવાની કામગીરી કરાઇ….

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ ખાતે ગ્રામ પંચાયત ક્વાર્ટરમાં રહેણાકનું દબાણ તથા ગ્રામ પંચાયત હસ્તકના રિલાયન્સ દ્વારા બનાવી આપેલા હોલમાં રહેણાંક તેમજ અનાજ દળવાની ઘંટી બનાવી ગેરકાયદેસર કબ્જો/દબાણ મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રીના ધ્યાને આવતા બાબતે ગામના તલાટી કમ મંત્રીને સૂચના આપી તાત્કાલિક બંને સ્થળેથી દબાણોને દૂર કરવામાં આવ્યા હતા…

બાબતે જિલ્લા વિકાસ અધિકારીની સુચનાથી ચાર કલાક જેટલા ટૂંકા સમયમાં વાંકાનેરના લાકડધાર ગામે રિલાયન્સ દ્વારા બનાવી આપેલા હોલમાં રહેણાંક દબાણ અને ગ્રામ પંચાયત ક્વાર્ટરમાં રહેણાકનું દબાણ તથા અનાજ દળવાની ઘંટી બનાવ્યાનું દબાણ પણ દુર કરાવવામાં આવ્યું હતું…..

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bu8HbEUcia5CFzdZL271Lm

error: Content is protected !!