વિકાસ કામોની બહાલી : સ્ટ્રીટ લાઈટના પ્રશ્ન હલ થયા બાદ તમામ સાતે સાત વોર્ડની શેરી-રોડ ના કામો પુરજોશમાં પુરા કરાશે….

વાંકાનેર નગરપાલિકા સુપર સીટ જાહેર થયાં બાદ હાલ પાલિકામાં વહિવટદાર શાસન અમલમાં છે ત્યારે વાંકાનેર મહારાણા કેશરીદેવસિંહની આગેવાનીમાં પ્રથમ શહેરભરમાં સ્ટ્રીટ લાઇટોના પ્રશ્ન હલ થયાં બાદ હવે નગરપાલિકા દ્વારા શહેરના સાતે-સાત વોર્ડમાં આવતી શેરીઓમાં સીસી રોડના કામનાં આજે લાભપાંચમ નિમિત્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા….

વાંકાનેર નગરપાલિકાનાં ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ નગરપાલિકામાં સમાવિષ્ઠ કુલ સાત વોર્ડની તમામ શેરીઓમાં ધાબા કામ તથા રોડ રસ્તા કરવાનાં કામની યોજનાને બહાલી આપતા આજે લાભપાંચમના મુહૂર્તમાં તમામ વિકાસ કામોના ખાતમુહૂર્ત વાંકાનેરનાં મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહ ઝાલાનાં વરદ હસ્તે કરવામાં આવ્યા હતા જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!