વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા નજીકથી સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દેશી દારૂ ભરેલી ઇકો કાર સાથે એક શખ્સને ઝડપી પાડી તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા નજીકથી પસાર થતી એક ઈકો કાર નં. GJ 02 BD 1253 ને રોકી તલાશી લેતા ઇકો ચાલક મુનાભાઈ વિરાભાઈ ગોવાળીયાના કબ્જામાંથી 400 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે એક લાખની ઇકો કાર, એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1,08,500નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf