જૂનાગઢના ભારતી આશ્રમના ઇન્દ્રભારતી બાપુ વિરોધ કોઈપણ આધાર પુરાવા વગર બેફામ વાણી વિલાસ કરતો વિડિયો ઇન્સ્ટાગ્રામ તથા અન્ય સોશિયલ મીડિયામાં વાયરલ કરી ઇન્દ્રભારતી બાપુના અનુયાયીઓની લાગણીને ઠેસ પહોંચાડનાર પ્રકાશ પીઠડીયા (પીકે પીઠડીયા) નામના શખ્સ વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવાની માંગ સાથે આજરોજ વાંકાનેર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ હતી…
જેમાં જણાવાયું છે કે, જુનાગઢમાં અનેક સંતો મહંતો હોય જે સંત-મહંત મંડળના અધ્યક્ષ એવા ઇન્દ્રભારતી બાપુ જૂનાગઢમાં ભારતી આશ્રમ ચલાવે છે. તાજેતરમાં અમદાવાદના સારંગપુરમાં હનુમાનજીના ભીતચિત્ર બાબતે સનાતન ધર્મ અને સ્વામિનારાયણઆ સંતો વચ્ચે વાદ વિવાદ થતા કેટલાક લોકોએ વાણી વિલાસ શરૂ કરેલ છે, ત્યારે પ્રકાશ પીઠડીયા નામના શખ્સએ કોઈપણ આધાર પુરાવા વગર બેફામ વાણીવિલાસ કરતો એક વિડિયો ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયામાં અપલોડ કરી,
ઇન્દ્રભારતી બાપુના લાખો અનુયાયીઓ અને સનાતનીઓની લાગણી દુભાવી ઇન્દ્રભારતી બાપુની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો હિન્ન પ્રયાસ કરેલ છે. જેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે આજરોજ વાંકાનેર ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવી માંગણી કરવામાં આવી છે. આ તકે અમિત ભટ્ટ,દુષ્યંત ઠાકર, કિશોરસિંહ ઝાલા, મહોબતસિંહ ઝાલા, પ્રિયંક રાવલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf