વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેરના ફોડેશ્વર મંદિર પાછળ જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓને રંગે હાથ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના હેડ કો. હરપાલસિંહ પરમાર તથા કો. પ્રતિપાલસિંહ વાળાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે વાંકાનેરના ફળેશ્વર મંદિર પાછળ જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી ૧). મુકેશભાઈ નાજાભાઈ ગોહેલ (ઉ.વ. ૩૨, રહે. ભરવાડપરા, વાંકાનેર), ૨). ઉમેશભાઈ મનસુખભાઇ વિકાણી (ઉ.વ. ૪૧, રહે. પેડક સોસાયટી, વાંકાનેર) અને ૩). રવજીભાઈ ઠાકરશીભાઈ ઉભડીયા (ઉ.વ. ૪૯, રહે. પેડક સોસાયટી, વાંકાનેર)ને રોકડ રકમ રૂ. 10,150 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઈ પી. ડી. સોલંકી, હેડ કો. યશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, કો. પ્રતિપાલસિંહ વાળા, કૃષ્ણરાજસિંહ વાળા, દિવ્યરાજસિંહ ઝાલા, ધર્મરાજભાઈ ગઢવી સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf