વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામની શ્રી દીઘલીયા પ્રાથમિક શાળામાં ટપાલ અને ટિકિટનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં શાળામાં અભ્યાસ કરતા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ પત્ર લેખન અંતર્ગત ટપાલ અને ટિકિટ વિશે જાણકારી મેળવે તે હેતુથી શ્રી દીઘલીયા પ્રાથમિક શાળાના શિક્ષક નરેન્દ્ર કાલરિયા દ્વારા આ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું….
આ પ્રદર્શનમાં શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ આ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ટપાલો તથા વિવિધ મૂલ્યની ટિકિટો નિહાળી હતી. આ સાથે જ વિદ્યાર્થીઓને ટપાલ અને ટિકિટની ઉપયોગિતા વિશે માહિતી આપવામાં આવી હતી. ટપાલ અને ટિકિટ પ્રદર્શન યોજવા બદલ સી.આર.સી.કૉ.ઑ. મુકેશ મકવાણાએ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf