વાંકાનેરના આંણદપર ગામ નજીક સામાન્ય બોલચાલી બાદ રાજકોટના ટ્રાન્સપોર્ટરની કારને આંતરી છ શખ્સોનો હુમલો…

0

વાંકાનેર નજીક બેલાની ખાણમાં બેલા ભરવા ગયેલા ટ્રેક્ટર ચાલકને એક ડમ્પર ચાલક સાથે થયેલા માથાકૂટ થતાં બાબતે વચ્ચે પડેલ રાજકોટના ટ્રાન્સપોર્ટરએ સામાન્ય બોલચાલી બાદ આ ઝઘડાનો ખાર રાખી હળવદના સુંદરીભવાની ગામના ડમ્પર ચાલક સહિતના છ શખ્સોએ ટ્રાન્સપોર્ટર પર વાંકાનેરના આંણદપર નજીક કારને રોકી હુમલો કરી માર મારતાં બાબતે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના ટ્રાન્સપોર્ટર લાલાભાઇ રામભાઇ વરૂએ વાંકાનેર પોલીસ તાલુકામાં આરોપી મેહુલ સરવૈયા, દિનેશ સરવૈયા (રહે. બન્ને સુંદરીભવાની તા.હળવદ) અને બન્ને સાથે આવેલા અજાણ્યા ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, તા.10ના રોજ ફરિયાદીના ભાણેજ પ્રીત દિલીપભાઈ આહીર ચક્રધારી સ્ટોનનું ટ્રેકટર લઈને વાંકાનેરના પાડધારા ગામે બેલા ભરવા ગયો હોય, ત્યારે ટ્રેકટર સાઈડમાં રાખવા જેવી સામાન્ય બાબતે આરોપી ડમ્પર ચાલક મેહુલ સરવૈયા સાથે ઝઘડો થતા ફરિયાદી ટ્રાન્સપોર્ટર લાલાભાઇ રામભાઇ વરૂ પણ બનાવ સ્થળે પહોંચી બોલાચાલી કર્યા બાદ ખાણ માલિક સાથે વાતચીત કરી કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી…

જે બાદ સાંજે પોતાની સ્વિફ્ટ કારમાં પરત ફરતાં ટ્રાન્સપોર્ટર લાલાભાઇ રામભાઇ વરૂને આણંદપર પાડધરા રોડ પર આદેશ પટેલ બેલાની ખાણ પાસે અજાણ્યા શખ્સે પોતાનું બાઈક કાર આડું નાખી પથ્થરના ઘા કરતા કાર રોકાવી આરોપી મેહુલ સરવૈયા, દિનેશ સરવૈયા અને અન્ય ચાર અજાણ્યા શખ્સોએ હુમલો કરી આડેધડ પથ્થર મારો કરતાં ફરિયાદી લાલાભાઇ કાર નીચે ઉતરતા જ આરોપીઓએ લોખંડના પાઇપ વડે હુમલો કરી લાલાભાઈને માથામાં તેમજ હાથમાં ગંભીર ઈજાઓ પહોંચાડી કારમાં વ્યાપક નુકશાન કર્યું હતું. જેમાં થોડીવારમાં અન્ય માણસો બનાવ સ્થળે પહોંચી જતા આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf