જુની દાણાપીઠ સામેથી પોલીસ ટીમે નામચીન શખ્સને 200 ગ્રામ ગાંજાના જથ્થા સાથે રંગે હાથે ઝડપી લીધો…
વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરની જુની દાણાપીઠના દરવાજા સામે આવેલ ચા-પાન-બીડીની કેબિનમાં દરોડો પાડી અગાઉ પણ ગાંજાના વેપારી કરતા ઝડપાયેલ નામચીન શખ્સને 200 ગ્રામ ગાંજાના જથ્થા સાથે રંગે હાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ તાહજુદ્દીનભાઈ શેરસીયાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા વાંકાનેર શહેરની જુની દાણાપીઠના દરવાજા સામે જુના વાંકાનેર સીટી પોલીસ મથકના બિલ્ડીંગની દીવાલની બાજુમાં આવેલ એક ચા, પાન અને બીડીની કેબિનમાં દરોડો પાડી આરોપી નૂરમામદ હાજીભાઈ મકવાણા (ઉ.વ. 62, રહે. લક્ષ્મીપરા શેરી નં.૨, વાંકાનેર)ને 200 ગ્રામ ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી લીધો હતો.
આ સાથે જ પોલીસે આરોપી પાસેથી મોબાઈલ ફોન, રોકડા રૂ. 150, નાનો ડિજિટલ કાંટો તેમજ સફેદ કાગળ સહિત કુલ રૂ. 3,150ના મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે નાર્કોટિક્સ ડ્રગ એક્ટ 8(c), 20(b)(ii), (A) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ દરોડામાં ઝડપાયેલ આરોપી નુરમામદ મકવાણાને પોલીસે અગાઉ પણ ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપી લીધો હોય, જે બાદ ફરી એકવાર પોલીસે તેને ગાંજાનો વેપાર કરતા ઝડપી લીધો છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC