વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો….

0

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ ખાતે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી દેશી દારૂ બનાવવાના સાધનો સાથે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ ખાતે મોટા પાયે દેશી દારૂ બનાવવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી આરોપી રસિક છનાભાઈ અબાસણીયા(રહે. રાતાવિરડા)ની દેશી દારૂની ભઠ્ઠી ઉપરથી પોલીસે 600 લીટર દેશી દારૂ,

2000 લીટર દેશી દારૂ બનાવવા માટેનો ઠંડો આથો તેમજ રૂ. 10,900ના ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂ. 26,900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી રસિક હાજર નહિ મળી આવતા પોલીસે રસિકને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC