મુળ કોઠી ગામના વતની યુવાને ગતરાત્રીના બાઉન્ડ્રી પુલ પરથી પડતું મુકી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી….
વાંકાનેર બાઉન્ડ્રી નજીક ગતરાત્રીના નેશનલ હાઈવેના પુલ પરથી એક કાર ચાલક યુવાને પોતાની કાર પુલ પર સાઈડમાં મુકી અચાનક કોઈ અગમ્ય કારણોસર હાઈવે પુલ પરથી મોતની છલાંગ લગાવી હતી, જેમાં તેનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ અંગે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીક ગતરાત્રીના ૧૦:૩૦ વાગ્યાની આસપાસ મુળ વાંકાનેર તાલુકાના કોઠી ગામના વતની અને હાલ રાજકોટ મેટોડા ખાતે રહેતા કેતનકુમાર કિશનભાઈ ચાવડા (ઉ.વ. 20) નામના યુવાને પોતાની XUV 700 કાર નં. GJ 18 BR 4000 લઇ નેશનલ હાઇવે પુલ પર આવી પોતાની કાર સાઈડમાં મુકી અને કોઈ અગમ્ય કારણોસર પુલ પરથી મોતની છલાંગ લગાવી હતી, જેમાં તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ અંગે નોંધ કરી બનાવમાં યુવાને ક્યાં કારણોસર આ પગલું ભર્યું છે ? તે દિશામાં વધુ તપાસ બીટ જમાદાર વનરાજસિંહ ચલાવી રહ્યા છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU