વાંકાનેર શહેરના દાણાપીઠ ચોકથી જકાતનાકા સુધીનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોય જેના કારણે છાસવારે અહિં નાના-મોટા અકસ્માતો બનતા હોય છે, જેથી આ બાબતે અવારનવારના અખબારી અહેવાલો બાદ તંત્રએ બાબતની નોંધ સુદ્ધા લીધી નથી, ત્યારે આ રોડની સુવિધામાં વધારો થતો મેઇન રોડ પર ૨૫ વારિયા સામે જ આવેલ ભુગર્ભ ગટરનું ઢાંકણું તુટી જતાં અહીંથી પસાર થતાં નાગરિકો પર ગંભીર અકસ્માતનો ખતરો તોળાઇ રહ્યો છે…
છેલ્લા ઘણા સમયથી વાંકાનેર-રાજકોટ મેઇન રોડ ૨૫ વારીયા પાસેથી પસાર થતો એટલી હદે ખરાબ છે કે લોકોને ત્યાંથી પસાર થવું એટલે મોતના મુખમાંથી નીકળવા સમાન બની ગયું છે, જેથી આ રસ્તાને રિપેર અથવા નવો બનાવવા બાબતે અનેક રજૂઆત થઈ હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં આવી નથી, ત્યારે આ રસ્તા પર વધુ એક જોખમ રૂપ તૂટેલ ભૂગર્ભ ગટરના ઢાંકણા ક્યારે રીપેરીંગ કરવામાં આવશે કે કેમ તે પ્રશ્ન છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU