વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઠીકરીયાળી ટોલનાકા પાસેથી પુર ઝડપે પસાર થતા એક ટ્રક ચાલકે વર્ના કારને હડફેટે લઇ પાછળથી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં નુકશાની થતાં બાબતે કાર ચાલકે વાંકાનેર તાલુકા પોલીસમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી કીશોરભાઇ ઠાકરશીભાઇ જાદવે (રહે. રાજકોટ)એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી તેમના પત્ની સાથે પોતાની હ્યુન્ડાઇ વર્ના કાર નં. GJ 03 JC 4482 લઈને અમદાવાદથી પોતાના ઘેર રાજકોટ પરત ફરી રહ્યા હોય દરમ્યાન વાંકાનેર બાઉન્ડ્રી ઠીકરીયાળી ટોલનાકા પાસે આરોપી ટ્રક નં. GJ 03 BY 1575 ના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે ચલાવી ફરિયાદીની કારને પાછળથી હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો…

આ અકસ્માતના બનાવમાં કિશોરભાઈની કારમાં પાછળની સાઈડ અને ડ્રાઇવર સાઈડમાં નુકસાન થયું હતું. જેથી આ મામલે ફરિયાદી કિશોરભાઈએ વાંકાનેર તાલુકા પોલીસમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV

error: Content is protected !!