વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થતી એક એસ.ટી. બસના ચાલકે કારને સાઈડમાંથી હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને નાનીમોટી ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ કાર ચાલકે એસ.ટી. બસના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 4 ના રોજ લગ્ન પ્રસંગેથી પરત રાજકોટ તરફ આવતી એક ઈકો કાર નં. GJ 03 ME 2477 વાંકાનેર બાઉન્ડ્રી નજીક પહોંચતા ત્યાંથી પસાર થતી એક એસ. ટી. બસ નં. GJ 18 AZ 9164ના ચાલકે ગંભીર બેદરકારી દાખવી કારને સાઈડમાંથી હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલક રામજીભાઈ ચનભાઈ જાડા(ઉ.વ. ૩૩, રહે. કુચીયાદળ, રાજકોટ)ને મોઢાના ભાગે હોઢ શર ઈજાઓ તથા દાંત પડી ગયા હતા…
આ સાથે જ કારમાં સવાર અન્ય મુસાફર કરશનભાઇ તેમજ સંજયભાઈને પણ નાની મોટી ઇજાઓ પહોંચી હતી, જેથી ત્રણેયને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ કાર ચાલકે વાંકાનેર તાલુકા પોલીસમાં એસટી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU