વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી મોરબી એલસીબી ટીમના પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી પસાર થતાં એક ટ્રકને રોકી તલાશી લેતા આ મીની ટ્રકમાં પાવડર અને સ્પેરપાર્ટની આડમાં સંતાડી રાખેલ મોટા જથ્થામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સહિત કુલ રૂ. 13.92 લાખના મુદ્દામાલ સાથે એકને ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમના વાંકાનેર બાઉન્ડ્રી નજીક પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક મીની ટ્રક નં. GJ 03 AZ 3289 ને રોકી તલાશી લેતા તેમાં પાવડરની થેલીઓ અને સ્પેર પાર્ટની આડમાં સંતાડી રાખેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો…

મોરબી એલસીબી ટીમની આ કામગીરી દરમિયાન પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 130 બોટલ(કીંમત રૂ 1,02,800), રૂ. દસ લાખની કિંમતનો ટ્રક સહિત કુલ રૂ. 13,92,840 ની કિંમતના મુદામાલ સાથે ટ્રક ચાલક રાજુલાલજી નાનાલાલજી ખીમાજી(ઉ.વ. 29, રહે રાજસ્થાન)ને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં પીઆઈ વી. બી. જાડેજા, સ્ટાફના દિલીપભાઈ ચૌધરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઈ ફૂગસીયા, રણવીરસિંહ જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!