વાંકાનેર વિસ્તારમાં સંભવિત બીપરજોય વાવાઝોડા અનુસંધાને વાંકાનેર શહેર ખાતે કાર્યરત પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય દ્વારા તંત્ર સાથે સંકલન સાધી અને વાવાઝોડાના અસરગ્રસ્તો માટે ગરમાગરમ ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં રાત્રીના વાંકાનેરની આજુબાજુના વિસ્તારોમાં અસરગ્રસ્તોમાં ભાજપ કાર્યકરો દ્વારા 500 કરતા વધુ ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું…

બાબતે વાંકાનેરના મહારાણા રાજ સાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલાના માર્ગદર્શન અને દાનથી હાલ બીપરજોય વાવાઝોડાના અસરગ્રસ્તો માટે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ શરૂ કરવામાં આવી છે, જે કામગીરી વાવાઝોડાં અસરગ્રસ્તો માટે પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી ચાલુ રહેશે. જે તમામ પ્રવૃત્તિઓ મહારાણા કેશરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શનમાં ભાજપના ચૂંટાયેલા સભ્યો, સંગઠનના હોદ્દેદારો તેમજ સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!