બહુચર્ચિત ‘કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ અંગે દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા વિડીયોજે સોશ્યલ મિડીયામાં વાયરલ થતા સૌરાષ્ટ્ર ભાજપમાં રોષની લાગણી વ્યાપી છે. જેમાં ગઈકાલે વાંકાનેર શહેર યુવા ભાજપ દ્વારા અરવિંદ કેજરીવાલના ફોટાને સળગાવી વિરોધ પ્રદર્શન કરાયું હતું…
ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં ‘ભારતીય જનતા પાર્ટી ફિલ્મના પોસ્ટર લગાવે છે, દેશના પ્રધાનમંત્રીએ વિવેક અગ્નિહોત્રી (કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના લેખક, દિગદર્શક)ના ચરણનું શરણ લેવું પડે એનો મતલબ એ કે આઠ વર્ષમાં પ્રધાનમંત્રીએ કાંઈ કર્યુ નહીં’ એવો આક્ષેપ કર્યો હતો જે સામે ભાજપમાં તીવ્ર રોષની લાગણી જન્મી છે.
કેજરીવાલ આ ઉપરાંત આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની ક્યાં જરૂર છે..તેને યુટયુબ પર મુકી દો એટલે બધા ફ્રીમાં જ જોઈ શકશે એવો કટાક્ષ પણ કર્યો હતો. કેજરીવાલના આ ભાષણનો વિડીયો વાયરલ થયો હતો. જેના વિરોધમાં અરવિંદ કેજરીવાલના ફોટાનું દહન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર યુવા ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS