ખેતરમાંથી ડીઝલ એન્જિન ચોરી ફરાર થતાં ચાર શખ્સોને રસ્તામાં જ ખેડૂતોએ ઝડપી લીધા, નાસભાગમાં બે ફરાર થતા પકડાયેલ બંને ચોરોને પોલીસ હવાલે કરાયા….

વાંકાનેર તાલુકાના અમરસર ગામની સીમમાં આવેલ ખેતરમાં મૂકવામાં આવેલ બે ડીઝલ એન્જીન ચાર શખ્સો ચોરી કરી ફરાર થઈ ગયા હતા જેમાં તાત્કાલિક ખેડૂતોએ તપાસ શરૂ કરતા ચાર શખ્સો છકડો રિક્ષામાં બે એન્જિન લઇને જતા હોય જેને રોકતા તેમાથી બે શખ્સો ફરાર થઈ ગયા હતા જ્યાં બે ચોરોને ઝડપી પાડી ખેડૂતોએ પોલીસના હવાલે કર્યો હતાં….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અમરસર ગામ ખાતે રહેતા ખેડૂત ઈબ્રાહીમભાઈ જીવાભાઈ માથકીયા અને શાહબુદીન વલીમહંમદભાઈ ખોરજીયાની વાડીમાંથી અજાણ્યા શખ્સો બે ડિઝલ એન્જિન ચોરી કરી ફરાર થઈ ગયા હતા,

જેમાં ખેડૂતોએ તાત્કાલિક સતર્કતા દર્શાવી તપાસ શરૂ કરતા ખેતર નજીક જ પવનચક્કી પાસે ચાર શખ્સો શંકાસ્પદ હાલતમાં છકડો રિક્ષા લઇને જતા હોય જેને રોકતા તેમાથી બે શખ્સો નાસી છૂટયા હતા જ્યારે અન્ય બે શખ્સોને ખેડૂતોએ પકડી પાડી રીક્ષાની તલાશી લેતા તેમાંથી ચોરી કરેલ બે ડીઝલ એન્જિન મળી આવ્યા હતા જેથી ખેડૂતોએ બંને ચોરને પોલીસ હવાલે કર્યા હતા…

પોલીસની પૂછપરછ દરમિયાન ઝડપાયેલ બંને ચોરોએ પોતાની ઓળખ રાજુભાઈ સવશીભાઈ દેલવાડીયા અને વિક્રમભાઈ દીપકભાઈ સોલંકી (રહે. બંને ઘુંટુ રોડ, ઈંટોના ભઠા પાસે, ઝુંપડામાં, મહેન્દ્રનગર, મોરબી) આપી અને તેમના અન્ય બે સાથી મુકેશભાઈ વેરશીભાઈ સીતાપરા (રહે. અમરસર) અને ગૌતમભાઈ દીનેશભાઈ રાબડીયા (રહે. અમરસર) સાથે ચોરી કરવા નીકળેલ હોય જેમાં તેઓ પકડાઈ ગયા હતા,

જ્યારે તેમના ઉપરોક્ત બે સાથીઓ નાસી છૂટયા હતા જેથી પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી પાણી ખેંચવાના બે ડિઝલ એન્જિન (કિં ૨૪૦૦૦) અને એક ચોરીની છકડો રીક્ષા નં. GJ 3 AV 1340 (કિં. ૩૫,૦૦૦) સહિત કુલ રૂ. 59,000 નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS

 

error: Content is protected !!