વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટી ખાતે આવેલ ભૂતનાથ મંદિર વાળી શેરીમાં કોઈ શખ્સો જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા હતા….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે ભાટીયા સોસાયટી ખાતે આવેલ ભૂતનાથ મંદિર વાળી શેરીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આફતાબ મેસાણીયા, હિતેશભાઈ ચાવડા, રાકેશભાઈ જાનકી પ્રસાદ વર્માને રોકડ રકમ રૂ. 11,120 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર સીટી પોલીસની આ કામગીરીમાં પીઆઈ એન. એ. વસાવા, યશપાલસિહ પરમાર, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા, કૃષ્ણરાજસિંહ ઝાલા, ધર્મરાજભાઈ કીડિયા, પ્રતીપાલસિંહ વાળા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso