વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં રેલ્વે સ્ટેશન પર આવેલ આવાસ યોજનાના ક્વાટરમાં રહેતો યુવાન ખાટલા પર સુતો હોય, ત્યારે તેને કોઈ જેરી જાનવર કરડી જતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ આવાસ યોજના ક્વાટરમાં રહેતા પ્રવીણભાઈ રામજીભાઈ રાઠોડ નામનો યુવાન પોતાના ઘરે ખાટલા ઉપર સુતો હોય ત્યારે તેને કોઈ ઝેરી જનાવર કરડી જતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું, જેથી આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bu8HbEUcia5CFzdZL271Lm