વાંકાનેર શહેર નજીક હાઇવે ચોકડી પાસે આજે સાંજના સમયે પુનઃ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં નેશનલ હાઈવે ચોકડી પાસે પેટ્રોલ પંપ સામે એક ડબલ સવારી બાઇક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતના બનાવમાં બે યુવાનોને ગંભીર ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે..…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક હાઇવે ચોકડી પાસે પેટ્રોલ પંપ સામે બે યુવાનો ડબલ સવારી બાઇક નં. GJ 36 A 9467 માં જઈ રહ્યા હોય ત્યારે તેમના બાઈકને પાછળથી આવતા એક ટ્રક નંબર GJ 10 W 5970ના ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ડબલ સવારી બાઇક સવાર યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા…

આ અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત યુવાનોના નામ વિક્રમભાઈ સવજીભાઈ રાણેવાડીયા (રહે. મકતાનપર) અને સુરેશભાઇ કરમજી કેરવાડીયા (રહે. આણંદપર) હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં સુરેશભાઈના હાથ પર ટ્રકના તોતિંગ વ્હિલ ફરી વળ્યા હોય અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં હાલ આ બંને યુવાનોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt

error: Content is protected !!