વાંકાનેર શહેરના મફતીયાપરા અને ઓળ ગામે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી લીધા….
વાંકાનેર સીટી અને તાલુકા પોલીસ દ્વારા બે અલગ અલગ વિસ્તારોમાં જુગારના દરોડા પાડી શહેરના ગાયત્રી મંદિર નજીક મફતીયાપરા માંથી ચાર શખ્સો અને તાલુકાના ઓળ ગામ ખાતેથી ચાર શખ્સને જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર નજીક મફતીયાપરામાં દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૧). કૈલાશભાઈ બટુકભાઈ ધરોલીયા, ૨). વિજયભાઈ ચુનિલાલભાઈ ચારોલીયા, ૩). કિશનભાઇ બટુકભાઈ ધરોલીયા અને ૪). ચુનિલાલભાઈ જીવાભાઇ ચારોલીયાને રોકડ રકમ રૂ. 11,430 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
જ્યારે બીજા બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ઓળ ગામના નવાપરામાં જુના સ્મશાન પાસે શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૧). હર્ષદભાઈ કાળુભાઈ વિંઝવાડીયા, ૨). અક્ષયભાઈ ગીલાભાઈ વિંઝવાડીયા, ૩). સંજયભાઈ પ્રભુભાઈ કગથરા અને ૪). ગોપાલભાઈ ઘોઘાભાઈ સોરીયાને રોકડ રકમ રૂ. 12,400સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….