કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું : સ્થાનિક ભાવને નિયંત્રણમાં રાખવા માટે આ પગલું લીધું…

ભારતે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્ર સરકારે શુક્રવારે મોડી રાત્રે એક નોટિફિકેશન બહાર પાડીને આ અંગે જાણકારી આપી હતી. સ્થાનિક ભાવને નિયંત્રણમાં રાખવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે…

ભારત વિશ્વમાં ઘઉંના ઉત્પાદનમાં બીજા ક્રમે છે. સરકારે કહ્યું છે કે ઘઉંની નિકાસને તે લેટર ઓફ ક્રેડિટ હેઠળ મંજૂરી આપવામાં આવશે જે પહેલાથી જારી કરવામાં આવી છે. ફેબ્રુઆરીના અંતમાં રશિયાના યુક્રેન પર આક્રમણ બાદ કાળા સમુદ્રના પ્રદેશમાંથી નિકાસમાં ઘટાડો થતાં વૈશ્વિક ખરીદદારો ઘઉંના પુરવઠા માટે ભારત તરફ વળ્યા હતા‌..

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઘઉંના આંતરરાષ્ટ્રીય ભાવમાં લગભગ 40 ટકાનો વધારો થયો છે. આ કારણે ભારતમાંથી ઘઉંની નિકાસ વધી છે. માંગમાં વધારાને કારણે સ્થાનિક સ્તરે ઘઉં અને લોટના ભાવમાં તીવ્ર વધારો થયો છે. દેશભરમાં ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતો ઘણા સમયથી ઝડપથી વધી રહી છે, જેના કારણે લોકો પર આર્થિક બોજ વધી રહ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં લોટના ભાવમાં લગભગ 13 ટકાનો વધારો થયો છે.

સરકારે કહ્યું કે, ઘઉંની વૈશ્વિક કિંમતમાં અચાનક વધારો થયો છે. જેના પરિણામ સ્વરૂપ ભારત, પાડોશી દેશ અને અન્ય નબળા દેશોની ખાદ્ય સુરક્ષા ખતરામાં છે. રશિયા અને યુક્રેન યુદ્ધની વચ્ચે ઘઉંની આંતરરાષ્ટ્રીય બજાર કિંમતમાં લગભગ 40 ટકાનો ઉછાળો આવ્યો છે. તેમાં ભારતથી નિકાસ વધી ગઈ છે. માગ વધવાની સાથે સાથે સ્થાનિક સ્તર પર ઘઉં અને લોટની કિંમતમાં ભારે ઉછાળો આવ્યો છે.

હવે દેશમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. MSP કરતા વધુ ભાવે ઘઉંની ખરીદી અને ઉપજમાં ઘટાડો થવાને કારણે સરકારી ખરીદીને અસર થઈ છે. સરકારે હવે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!